પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ ની બેઠક યોજાઈ : જિલ્લાના તમામ પાસાં ચકાસીને પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ આપસી સંકલન વડે સારુ અને ગુણવત્તા વાળું કાર્ય કરવું : પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને તેમજ પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીના, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર સહિત ધારાસભ્યશ્રી તમામની ઉપસ્થિતિ હેઠળ દાહોદ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક નિમિતે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર એ આદિજાતિ વિકાસના કામોની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાનાં તમામ પાસાં ચકાસીને પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓએ આપસી સંકલન વડે સારુ અને ગુણવત્તા વાળું અને ઝડપથી કાર્ય કરવાનું છે. નાની-મોટી સમસ્યાઓ-પ્રશ્નોનો ભેગા મળીને ઉકેલ લાવવા પ્રયાસો કરવાના છે. ઉપરાંત તમામ ગામમાં પ્રાકૃતિક ખેતી માટેનું એક મોડેલ તૈયાર થાય એ મુજબ કામગીરી કરવા સાથે શિક્ષણ, પ્રાકૃતિક કૃષિ, ભોજન ગુણવતા જેવા મહત્વના વિષયોને પ્રાયોરિટી આપીને સમયસર કામગીરી પૂર્ણ થાય તેમ જણાવ્યું હતું.
આ દરમ્યાન પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીના દ્વારા દાહોદ જિલ્લાના વિવિધ મુદ્દાને ધ્યાને રાખીને તેના કામોની વિગત રજૂ કરવામાં આવી હતી. તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ દ્વારા એટીવીટી વિકાસની જોગવાઈ માટેના કામો ની તાલુકા મુજબ વિગત પીપીટી થકી રજૂ કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ફતેપુરા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા, લીમખેડા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, પ્રાંત અધિકારીશ્રીઓ, સંબંધિત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


https://shorturl.fm/zGBJd
https://shorturl.fm/tFqIw