નડિયાદ ડેપોને મળી 4 નવી સુપર ડીલક્સ બસો: મુસાફરોની સુવિધામાં થશે વધારો

નરેશ ગનવાણી નડિયાદ

મુસાફરોની સુવિધા વધારવા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા નડિયાદ ડેપોને 4 નવી સુપર ડીલક્સ બસો ફાળવવામાં આવી છે. આ બસોના કારણે હજારો મુસાફરોને વધુ સારી અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને એસટી નિગમના વિભાગીય નિયામક સી.ડી. મહાજને લીલી ઝંડી બતાવીને આ બસોનું લોકાર્પણ કર્યું હતું.
નડિયાદથી સંચાલિત આ નવી બસો ઝાલોદ-ઉના (અપ-ડાઉન), નડિયાદ-રાધનપુર અને નડિયાદ-મોરબીના રૂટ પર દોડશે. અગાઉ આ રૂટ પર ચાલતી બસોના કિલોમીટર પૂરા થઈ જતાં, તેમના સ્થાને આ નવીન બસો મૂકવામાં આવી છે. આ પ્રસંગે નડિયાદના ડેપો મેનેજર કે.કે. પરમાર સહિત નિગમના અધિકારીઓ, કર્મચારીઓ, ડ્રાઈવરો અને કંડક્ટરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ નવી બસોથી મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગ સંતોષાશે અને મુસાફરી વધુ સુગમ બનશે. એસટી નિગમ દ્વારા મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેનાથી રાજ્યભરના મુસાફરોને સીધો લાભ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!