નડિયાદના રાધા સિંધુ ભવન ઝુલેલાલ મંદિર ખાતે રક્તદાન અને મેડિકલ કેમ્પનું આયોજન
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: જેસીઆઈ નડિયાદ, યુથ રેડક્રોસ વિંગ ખેડા જિલ્લા શાખા અને જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર, જવાહરનગર દ્વારા ભગવાન ઝુલેલાલ સાહેબના ચાલીયા મહોત્સવ નિમિત્તે એક રક્તદાન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ તારીખ ૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ, રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી શ્રી ઝુલેલાલ મંદિર, રાધા સિંધુભવન, જવાહરનગર, નડિયાદ ખાતે યોજાશે. આ સેવાકાર્યમાં અનેક સંસ્થાઓ અને તબીબી નિષ્ણાતો સહભાગી થશે. આ કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓ નીચે મુજબ છે. બ્લડ ડોનેશન કેમ્પ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ખેડા જિલ્લા શાખા દ્વારા રક્તદાનનું આયોજન, આંખની તપાસ, અંજુમન મંડળ નડિયાદ દ્વારા આંખના નંબરની ચકાસણી અને રૂ. ૧૦માં નંબરવાળા ચશ્માનું વિતરણ, સુગર ટેસ્ટ લાઈફ લાઈન લેબોરેટરી દ્વારા સુગર ટેસ્ટની સુવિધા. આ ઉપરાંત, નીચે મુજબના તબીબી નિષ્ણાતો પણ તેમની સેવાઓ આપશે ડો. અમિત મિસ્ત્રી, જનરલ ફિઝિશિયન ડો. ભાવેશ દેસાઈ, ઓર્થોપેડિક સર્જન ડો. બિરેન કલ્યાણી, રુમેટોલોજિસ્ટ ડો. અજય કુંજવાણી, ડેન્ટલ સર્જન આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાન મહાદાન છે, જેમાં એક કાર્ય, અનેક જીવન ના સૂત્રને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જાહેર જનતાને આ સેવાકાર્યનો લાભ લેવા અને રક્તદાન કરીને પુણ્ય કમાવવા માટે અપીલ કરવામાં આવી છે.


https://shorturl.fm/4iGLh