જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય સોસાયટી દાહોદની ગવર્નિંગ બોડીની મીટિંગ યોજાઈ : હાઈ રીસ્ક સગર્ભા મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવા દાખલ કરનાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટીબી, રક્તપિત્ત, HIV, હિપેટાઇટિસ , ડાયાબિટીસ, સ્વાઈન ફ્લૂ, સિકલ સેલ સહિતના રોગ વિષે છેલ્લા પાંચ વર્ષમાં કરેલી કામગીરીના ડેટાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું સાથે સાથે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવા માટે ઉપયોગમાં લેવાતા પાણીમાં સમયસર ક્લોરીનેશન કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.

જેમાં દાહોદ જિલ્લામાં ટીબીના લક્ષણો ધરાવતા લોકોની તપાસ કઈ રીતે કરવામાં આવે છે. ટીબીની તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાતા સંસાધનોની સંખ્યા દિવસ દરમિયાન કેટલા રિપોર્ટ કરી શકાય અને આવનાર સમયમાં એક સાથે વધુ પડતા દર્દીઓની તપાસ કરવા માટે સમયસર પહોંચી વળવા માટે કેટલા સંસાધનોની જરૂર પડશે તેની પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સાથે આવનાર સમયમાં ટીબીને રોકવા માટે પૂર્વ આયોજન કરવા ચર્ચા કરવામાં આવી હતી.

દાહોદ જિલ્લામાં વધતું જતું સિકલ સેલનું પ્રમાણ રોકવા ૧૦ વર્ષના બાળકોથી લઈને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અપરણિત હોય તેવા તમામ યુવક યુવતીઓનું સ્કીનિંગ કરી સિકલ સેલ છે કે નહીં તેની તપાસ કરવા અને જો કોઈ સિકલ સેલ માઇનર ટ્રેડ આવનાર ને તેના લગ્ન સિકલ સેલ માઇનર કે ટ્રેડ ધરાવતા વ્યક્તિ જોડે ના થાય તે પહેલાં રોકવા માટે એક ઝુંબેશ સ્વરૂપે સ્કીનિંગ કરી આવનાર બાળકમાં સિકલ સેલ રોકી શકાય તે માટે કામગીરી કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

એ સાથે દાહોદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલોમાં કોઈપણ કર્મચારી કે બહારની કોઈ વ્યક્તિ ધુમ્રપાન કરતા જણાય તો તેની સામે દંડનીય કાર્યવાહી કરી તેમજ શાળાઓની ૧૦૦ મીટર ની અંદર કોઈ તંબાકુનું વેચાણ કરતા હોય તો તેની સામે દંડનીય કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

ઉપરાંત દાહોદ જિલ્લામાં પ્રસુતિ સમયે સગર્ભા માતાઓના થયેલા મોત બાબતે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને કમિટીમાં આરોગ્ય વિભાગના CHO,THO, પાસેથી મૃત્યુનું કારણ જાણીએ સાથે ખાનગી હોસ્પિટલ ડોક્ટરો સાથે મૃત્યુ કયા કારણોસર થયું તેની ચર્ચા કરવામાં આવી સાથે જ મૃતકના પરિવારજન સાથે સીધો સંવાદ કરીને મોતના સાચા કારણના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો સાથો સાથ આવનાર સમયમાં આવી કોઈ પરિસ્થિતિ ઉભી ના થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના અધિકારીઓ અને પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોને જણાવવામાં આવ્યું કે હાઈ રીસ્ક સગર્ભા મહિલાઓને તાત્કાલિક ધોરણે ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે રીફર કરવા જણાવ્યું હતું. જો સગર્ભા મહિલા હાઇ રિસ્ક જણાય છતાં પણ ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરીને સારવાર કરશે અને મહિલાને કંઈ પણ થશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા કલેકટરશ્રીએ કહ્યું હતું.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, આરોગ્ય વિભાગના અધિકારીઓ, ઝાયડસ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને તેમની ટીમ, આરોગ્ય વિભાગના મેડીકલ ઓફિસર, ખાનગી હોસ્પિટલના ડોક્ટર, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

2 thoughts on “જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય સોસાયટી દાહોદની ગવર્નિંગ બોડીની મીટિંગ યોજાઈ : હાઈ રીસ્ક સગર્ભા મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવા દાખલ કરનાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

  • January 10, 2026 at 3:38 pm
    Permalink

    I would like to show my respect for your kind-heartedness for folks that require help with this one area of interest. Your personal dedication to getting the message across has been incredibly beneficial and have regularly encouraged men and women just like me to attain their desired goals. Your personal warm and friendly recommendations implies this much a person like me and a whole lot more to my colleagues. Many thanks; from each one of us.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!