નડિયાદ પાસે બિલોદરા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો

નરેશ ગનવાણી નડિયાદ

વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલા પ્લાયવુડની સીટો ભરેલા આઇસર ટ્રકનું ટાયર પંક્ચર થયું હતું.
ડ્રાઇવરે ટાયર બદલવાનું શરૂ કર્યું ત્યારે અચાનક આઇસર નીચેનો જેક છટકી ગયો. ટ્રકનું સંપૂર્ણ વજન ડ્રાઇવર પર આવી જતાં તે દબાઈ ગયો. ઘટના સ્થળે જ ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા. નડિયાદના ફાયર જવાનો અને ક્રેનની મદદથી મૃતક ડ્રાઇવરને ટ્રક નીચેથી બહાર કાઢવામાં આવ્યો. કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક ડ્રાઈવરની ઓળખ છતી કરવા પ્રયાસો કરી રહી છે.

2 thoughts on “નડિયાદ પાસે બિલોદરા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!