ચાકલીયા પોલીસે ગુલતોરા ગામે પડાવા ફળિયામાંથી.
દાહોદ
ચાકલીયા પોલીસે ગુલતોરા ગામે પડાવા ફળિયામાંથી
રૂપિયા ૯.૦૯ લાખ ઉપરાંત ની કિંમતના અફીણના જીંડવાના જથ્થા સાથે ક્રેટા ગાડી પકડી
ગઈકાલે વહેલી પરોઢે પેટ્રોલિંગમાં નીકળેલ ચાકલિયા પોલીસે ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે પડાવા ફળિયામાં, ચાકલિયાથી દાહોદ તરફ આવતા રોડ પર બિન વારસી હાલતમાં પકડેલ શંકાસ્પદ જણાતી એક ક્રેટા ફોરવીલ ગાડીમાંથી રૂપિયા ૯.૦૯ ઉપરાંતની કિંમતના પ્રતિબંધિત માદક પદાર્થ એવા અફીણના જીંડવા ભરેલ મીણીયા પ્લાસ્ટિકના થેલાઓ નંગ-૧૭, તથા ગાડીમાં સીટ નીચેથી અલગ અલગ નંબરવાળી ચાર જેટલી નંબર પ્લેટો પકડી પાડી રૂપિયા પાંચ લાખની કિંમતની ક્રેટા ગાડી મળી કુલ રૂપિયા ૧૪,૦૯,૧૨૦/-નો મુદ્દામાલ પકડી પાડ્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે શનિવારે ચાકલીયા પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં નીકળી હતી અને વહેલી પરોઢના સાડા ચાર વાગ્યાના સુમારે ગુલતોરા ગામે પડાવા ફળિયામાં ચાકલિયાથી દાહોદ જતા રોડ પરથી પસાર થતી હતી તે વેળાએ રોડની સાઈડમાં બિનવારસી હાલતમાં ઉભેલ જીજે ૨૩બી.એચ.-૨૭૯૪ નંબરની hyundai કંપનીની ક્રેટા ફોરવિલ ગાડી પોલીસની નજરે પડતા પોલીસે તે ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા ૯,૦૯,૧૨૦/-ની કુલ કિંમતના પ્રતિબંધિત એવા ૩૦૩.૦૪૦ કિલો ગ્રામ કુલ વજનના અફીણના જીંડવા ભરેલા કાળા કલરના મીણીયા પ્લાસ્ટિકના થેલા નંગ-૧૭ પકડી પાડ્યા હતા. અને ગાડીમાં આગળના ભાગે ખાલી સાઇડની સીટ નીચેથી અલગ અલગ નંબરો લખેલ નંબર પ્લેટો નંગ-૪ પકડી પાડી હતી. ગાડીને લગાવેલ નંબર પ્લેટની ગાડીના એન્જિન નંબર પરથી ચકાસણી કરતા ગાડી પર લગાવેલ નંબર પ્લેટ પણ ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. અફીણના જીંડવાના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા પાંચ લાખની કિંમતની hyundai કંપનીની ક્રેટા ફોરવિલ ગાડી મળી કુલ રૂપિયા ૧૪,૦૯,૧૨૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબ્જે લઈ ક્રેટા ગાડીના ચાલક વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ છે.


https://shorturl.fm/uB1JA