૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી સુખસર ખાતે યોજાશે.
૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી સુખસર ખાતે યોજાશે
ધારાસભ્ય રમેશભાઇ કટારા ના અધ્યક્ષ સ્થાને વિધાનસભા કક્ષા નો કાર્યક્રમ યોજાશે
પુર્વ આયોજન માટે મામલતદાર કચેરી ફતેપુરા ખાતે મીટીંગ યોજાઇ
દાહોદ તા.૦૬
ફતેપુરા અને સંજેલી તાલુકા નો વિધાનસભા કક્ષા નો ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી સુખસર ખાતે ધારાસભ્ય રમેશભાઇ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાશે. કાર્યક્રમ ના આયોજન માટે બુધવાર ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે અધિકારીઓ સાથે મીટીંગ યોજાઈ હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી સુખસર ખાતે યોજાશે. ધારાસભ્ય રમેશભાઇ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ યોજનાઓના લાભાર્થી ને સહાય ના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે. જે કાર્યર્ક્મ ને અનુલક્ષી ને બુધવાર ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય રમેશભાઇ કટારા, મામલતદાર ફતેપુરા સંજેલી, તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા સંજેલી, પોલીસ અધિકારી સહિત બંને તાલુકા ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

