દેવગઢ બારીઆના ફુલપુરા ગામે એલસીબી પોલીસે ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૨.૭૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
દેવગઢ બારીઆના ફુલપુરા ગામે એલસીબી પોલીસે ફોર વ્હીલર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતાં ફોર વ્હીલર ગાડીનો ચાલક સ્થળ પર ફોર વ્હીલર ગાડી મુકી ફરાર
ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે રૂા.૨.૭૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ફુલપુરા ગામે એલસીબી પોલીસે એક ફોર વ્હીલર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતાં પોલીસને પાછળ આવતાં જાેઈ ગાડીનો ચાલક સ્થળ પર ફોર વ્હીલર ગાડી મુકી નાસી જતાં પોલીસે ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયર કિંમત રૂા.૨,૭૦,૯૬૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૭,૭૦,૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દેવગઢ બારીઆના કાપડી વિસ્તારમાં નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે પોલીસે ફોર વ્હીલર ગાડીના ચાલકને દુરથી ઈશારો કરી ફોર વ્હીલર ગાડી ઉભી રાખવા માટેનો ઈશારો કરતાં દુરથી પોલીસને જાેઈ ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી ભગાવી હતી. પોલીસે ફોર વ્હીલર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી દેવગઢ બારીઆના ફુલપુરા ગામે પોલીસને પાછળ આવતાં જાેઈ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં અંદરથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૨૮ જેમાં બોટલો નંગ.૧૧૦૪ કિંમત રૂા.૨,૭૦,૯૬૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૭,૭૦,૯૬૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે સ્થાનીક પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

