સીંગવડના હાંડી ગામેથી રહેણાંક મકાનમાં રમાતા જુગારના અડ્ડા પર પોલીસનો ઓચિંતો છાપો.
સીંગવડના હાંડી ગામેથી રહેણાંક મકાનમાં રમાતા જુગારના અડ્ડા પર પોલીસનો ઓચિંતો છાપો
આઠ જુગારીઓને ઝડપી પાડી રૂા.૨૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામે એક રહેણાંક મકાનમાં રમાતા શ્રાવણીયા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસે આઠ જુગારીઓને ઝડપી પાડી દાવ પરથી તેમજ જુગારીઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૨૧,૧૯૦ની રોકડ રકમ સાથે ત્રણ મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.૨૬,૬૯૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
સીંગવડના હાંડી ગામે રહેતો મંગળાભાઈ જંગલાભાઈ ભેદીના રહેણાંક મકાનમાં ગત તા.૦૫મી ઓગષ્ટના રોજ શ્રાવણીયો જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. ગંજી પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા આઠ જુગારીઓ જેમાં ઈમરાન અનીસ ગાંડા,ા મજીદભાઈ સતારભાઈ નાથુજી, ફારૂકભાઈ ગનીભાઈ સાંઠીયા, સગીરભાઈ કરીમભાઈ મોરાવાલા, ઈમ્તીયાઝભાઈ મુસ્તાકભાઈ જર્મન, અબ્દુલભાઈ ગનીભાઈ નાગુજી (મુસલમાન), અબ્દુલહક યુસુફભાઈ મોડાસીયા અને મંગળાભાઈ જંગલાભાઈ ભેદીને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૨૧,૧૯૦ની રોકડ રકમ સાથે ત્રણ મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.૨૬,૬૯૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.
આ સંબંધે રણધીકપુર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

