ગરબાડાના ઝરીબુઝર્ગ ગામે વોચ દરમિયાન ગરબાડા પોલીસનો સપાટો

દાહોદ 06

ગરબાડાના ઝરીબુઝર્ગ ગામે વોચ દરમિયાન ગરબાડા પોલીસનો સપાટો

મગફળી ના ભુસા માં સંતાડીને લઈ જવાતા રૂપિયા ૨.૫૧ લાખ ઉપરાંત ના બિયરના જથ્થા સાથે પીકપ ગાડી પકડી

ચાલક સહિત ત્રણ જણાની અટકાયત કરી

ગરબાડા પોલીસે બપોરના સમયે ઝરી બુઝર્ગ ગામે રોડ પરથી મગફળીના ભુસાની આડમાં સંતાડીને લઈ જવાતા રૂપિયા ૨.૯૧ લાખ ઉપરાંતની કિંમતના બિયરના જથ્થા સાથે પીકપ ગાડી પકડી પાડી બે મોબાઈલ તથા રૂપિયા ત્રણ લાખની પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા ૫,૫૫,૧૬૦/-ના મુદ્દામાલ સાથે પીકઅપ ગાડીના ચાલક સહિત ત્રણ જણાની અટકાયત કર્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ‌ પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે બપોરના સમય ગરબાડા પોલીસ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના એક ગામના વિદેશી દારૂના ઠેકા પરથી જીજે ૧૭એકસ.એકસ- ૩૦૫૮ નંબરની પીકપ ગાડીમાં મગફળીના ભૂસાની આડમાં બિયરનો જંગી જથ્થો ભરાવી મધ્યપ્રદેશથી ગોધરા તરફ જવા નીકળી હોવાની ગુપ્ત બાતમી ગરબાડા પોલીસને મળી હતી જે બાતમીને આધારે ગરબાડા પોલીસે ઝરી બુઝર્ગ ગામે રોડ પર જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબર વાળી પીકપ ગાડી આવતા જ પોલીસે તેને હાથનો ઈશારો કરી ઉભી રખાવી હતી અને ગાડીની તલાસી લેતા ગાડીમાં આગળના ભાગે ભરેલ મગફળીના ભુસાની પાછળ સંતાડીને મુકેલ રૂપિયા ૨,૫૧,૧૬૦/-ની કુલ કિંમતના બીયર ટીન નંગ-૨૧૮૪ પકડી પાડી પીકઅપ ગાડીના ચાલક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કેયટુ ગામના પટેલ ફળિયામાં રહેતા સંદીપભાઈ ડુંગરસિંહ ભરાડીયા તથા તેની સાથેના અલીરાજપુર જિલ્લાના બડા ઉડવા ગામના રાજેશભાઈ હિમસિંગભાઈ ડાવર તેમજ ગાડીમાં બીયરનો જથ્થો ભરી આપનાર અલીરાજપુર જિલ્લાના ખંડાલા ગામના નિરુભાઈ નાહલભાઈ ચૌહાણની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા ૪૦૦૦/-ની કુલ કિંમતના મોબાઈલ નંગ-૨ પકડી પાડી સદર બિયરના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કિંમતની પીકપ ગાડી મળી કુલ રૂપિયા ૫,૫૫,૧૬૦/- નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ઉપરોક્ત ત્રણ જણા ઉપરાંત સદર બિયર નો જથ્થો મંગાવનાર ગોધરાના અશ્વિનભાઈ ગોહિલ તેમજ લાલસીંગભાઇ મળી કુલ પાંચ જણા વિરુદ્ધ ગરબાડા પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

One thought on “ગરબાડાના ઝરીબુઝર્ગ ગામે વોચ દરમિયાન ગરબાડા પોલીસનો સપાટો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!