દાહોદ એસબીઆઈ લોન પ્રકરણમાં આખરે સાક્ષીનો બયાન લેવામાં આવ્યો.

દાહોદ એસબીઆઈ લોન પ્રકરણમાં આખરે સાક્ષીનો બયાન લેવામાં આવ્યો

દાહોદ તા.૦૭

દાહોદના એસબીઆઈ લોન કૌભાંડમાં અત્યાર સુધીમાં ૨૬ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આખુયે કેશ એક તાત્કાલિન ઓડિટરે ઝડપી પાડ્યુ હતું. આ અધિકારી જે તે સમયે પોલિસ મથકે નિવેદન આપવા આવ્યા હતા પરંતુ ઉચ્ચ કક્ષાએથી રેડ સિગ્નલ મળતા નિવેદન લેવાનું ન હતું. છેવટે બુધવારે આ ઓડિટરે નિવેદન આપતાં આ સ્ટેટમેન્ટ બોમ્બ ઘણાંને દઝાડશે તેમ જાણવા મળ્યું છે.

સમગ્ર લોન કૌભાંડનો ભાંડો બેન્કના ઓડિટ વખતે ફુટ્યો હતો. આ સમગ્ર કૌભાંડ જે ઓડિટરે શોધી કાઢ્યું હતુ તે અધિકારી હાલ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ આખાયે ષડયંત્રનો પર્દાફાશ કરનાર આ તત્કાલિન ઓડિટર તારીખ ૨૮ જુલાઈના રોજ પોતાનું નિવેદન આપવા પોલિસ સમક્ષ તેઓ આવી પણ પહોંચ્યા હતા. જેથી પોલિસ વિભાગના જવાબદાર અધિકારીએ આ તત્કાલિન ઓડિટરનું નિવેદન લેવાનું શરૂ પણ કરી દીધું હતું અને તે જ વખતે તેમને ઉચ્ચ કક્ષાએથી કોઈ પણ પ્રકારનું નિવેદન ન આપવા માટે તાત્કાલિક આદેશ આવતા તેમણે નિવેદન આપવાનું ટાળવું પડ્યુ હતું. જેથી સ્વાભાવિક રીતે જ પોલીસ તપાસમાં અવરોધ ઉભો થયો હતો પરંતુ બેન્કિંગ સેવાને જવાબદાર અધિકારીઓની ચર્ચા વિચારણાને અંતે આઠ દિવસ બાદ આ ઓડિટર તારીખ ૬ ઓગષ્ટના રોજ પોતાનું નિવેદન આપવા માટે પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!