દાહોદ જિલ્લામાં ૬ લાખ થી વધુ આવક ધરાવતા ગરીબોના નામો ખુલ્યા.
દાહોદ ૦૭
દાહોદ જિલ્લામાં ૬ લાખ થી વધુ આવક ધરાવતા ગરીબોના નામો ખુલ્યા
દાહોદ જિલ્લામાં ગરીબી રેખા હેઠળના પરિવારો માટે ચાલતી રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા અધિનિયમ યોજનાનો દૂર ઉપયોગ થતાં દાહોદ જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ થયું છે. તાજેતરમાં કરવામાં આવેલી ઈ-કેવાયસી ચકાસણીમાં ૩,૯૧૯ એવા રેશનકાર્ડ ધારકોને નોટિસો પાઠવવામાં આવી છે. જેઓ સરકારી રેકોર્ડ મુજબ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારક છે. પણ તેમની ૬ લાખની વાર્ષિક આવક મર્યાદામાં નોંધાયેલા હોવાને કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગરીબી રેખા હેઠળના પરિવારો માટેની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ યોજનાનો લાભ લેતા સધ્ધર પરિવારો સામે દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લામાં ૩,૯૧૯ કેટલા એનએફએસએ કાર્ડ ધારકો વાર્ષિક 6 લાખ રૂપિયા કરતા વધુનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોવાનું ખૂલતા પુરવઠા વિભાગ દ્વારા તમામને નોટિસ ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સરકારી યોજનાઓનો લાભ સાચા અર્થમાં જરૂરિયાતમંદ સુધી પહોંચે તે હેતુથી આધારકાર્ડ સાથે રેશનકાર્ડની ઈ-કેવાયસી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન થયેલી તપાસમાં બહાર આવ્યું કે, દાહોદ જિલ્લામાં પણ એવાં કાર્ડ ધારકો છે જેઓ ગરીબી રેખા હેઠળ ન આવતા હોવા છતાં સરકારી અનાજ અને અન્ય લાભો મેળવી રહ્યા હતા. જેઓ સરકારના નિયમો અનુસાર આ યોજના માટે પાત્રતા ધરાવતા નથી. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી એ તમામ ૩,૯૧૯ કાર્ડ ધારકોને નોટિસ પાઠવી દેવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, જો તેઓ એનએફએસએ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે પાત્રતા ધરાવતા હોય તો તેમણે નિયત સમય મર્યાદામાં તેનો લેખિત ખુલાસો રજૂ કરવો પડશે. જો કાર્ડ ધારકો દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો તેમના એનએફએસએ કાર્ડને નોન એનએફએસએ કેટેગરીમાં ફેરવી દેવામાં આવશે. એટલું જ નહીં અત્યાર સુધી તેમને ખોટી રીતે મેળવેલા અનાજ અને અન્ય લાભોની બજાર ભાવે વસુલાત કરવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.


https://shorturl.fm/6rgpc