શ્રી મુક્ત જીવન સ્વામિ બાપા આર્ટસ કોલેજ વાઘજીપૂર ખાતે નારી વંદના કાર્યક્રમ યોજાયો.
શ્રી મુક્ત જીવન સ્વામિ બાપા આર્ટસ કોલેજ વાઘજીપૂર ખાતે નારી વંદના કાર્યક્રમ યોજાયો
શહેરા તા.૦૭
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે સ્વામી બાપા આર્ટસ કોલેજમા નારી વંદન સપ્તાહની ઉજવણી અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ તારીખ 7/08/2025 ના રોજ મહિલા કલ્યાણ દિવસની ઉજવણી મુક્ત જીવન સ્વામી બાપા આર્ટસ કોલેજ વાઘજીપુર ખાતે કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ.અશોક બારીઆ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પુષ્પેન્દ્રસિંહ, મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારી, DHEW સ્ટાફ, osc, PBSC સ્ટાફ 181 ના કાઉન્સિલર અને વકીલ ઉપસ્થિત રહ્યા હતા. DHEWના જિલ્લા મિશન કોર્ડીનેટર મહેશભાઈ દ્વારા મહિલા લક્ષી યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપ, પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના જેવી ગુજરાત સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ મહિલા લક્ષી વિવિધ કાયદાઓ જેવા કે ઘરેલુ હિંસા અધિનિયમ તથા કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી અધિનિયમ 2013 અન્વયે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોને લગતા કાયદાઓ તથા બાળ સુરક્ષા એકમ હસ્તકની વિવિધ યોજનાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ કોલેજની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ દીકરીઓને હાઈજીન કીટ આપી સન્માનિત કરવામાં આવી હતી. વ્હાલી દિકરી યોજના અંતર્ગત નવજાત બાળકી ને દીકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.


https://shorturl.fm/bYUXv