કણજરી બસ સ્ટેન્ડ પાછળથી શ્રાવણીયા જુગાર રમતા ૧૩ જુગારી ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ

વડતાલ પોલીસ સ્ટેશનના પી.એસ. બરંડા અને તેમની ટીમે કણજરી બસ સ્ટેન્ડ પાછળ દરોડો પાડીને જુગાર રમતા ૧૩ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.૧૮ હજાર ૭૦૦ નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે, કણજરી બસ સ્ટેન્ડ પાછળ ખુલ્લામાં કેટલાક ઈસમો પત્તા-પાનાનો જુગાર રમી રહ્યા હતા. આ માહિતી મળતાં, પી.એસ. બરંડાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને પી.એસ.આઈ. એન.એસ. ઝાલા તથા તેમની સર્વેલન્સ ટીમે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો.
પોલીસના દરોડામાં સ્થળ પરથી મહેશભાઈ ગોરધનભાઈ સોઢા, હિતેશભાઈ સુરેશભાઈ પરમાર, સુરેશભાઈ હરમાનભાઈ ગોહિલ, રમેશભાઈ ફતેસિંહ પઢિયાર, દીપકભાઈ બચુભાઈ વાદી, મનીષભાઈ બચુભાઈ બારીયા, મેહુલકુમાર મગનભાઈ પરમાર, દીલીપભાઈ ધનજીભાઈ ઉંધરેજીયા, પ્રતિકભાઈ ચંદુભાઈ જાદવ, રાજેશભાઈ ચન્દ્રસિંહ રાણા, સલીમ ઈસ્માઈલ દિવાન, સુનિલભાઈ લક્ષ્મણભાઈ પરમાર અને રસિકભાઈ મઈજીભાઈ રાઠોડ સહિત કુલ ૧૩ આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની અંગજડતીમાંથી રૂ.૧૬ હજાર ૨૦૦ રોકડા અને દાવ પરથી રૂ.૨ હજાર ૫૦૦ મળીને કુલ રૂ.૧૮ હજાર ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


https://shorturl.fm/mdM1I