ફતેહપુરામાં તિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે તિરંગા યાત્રા યોજાઈ.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ દાહોદ જિલ્લો

તિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે યોજાયેલી યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને નગરજનો ઉત્સાહભેર જોડાયા

ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવતા નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા કર્યો અનુરોધ
ફતેપુરા સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે વિવિધ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો, પોલીસ જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા. દેશભક્તિના નારાઓથી શહેર તથા ગ્રામની ગલીઓ ગુંજી ઉઠી હતી. ફતેપુરા ખાતે ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, પોલીસ, હોમગાર્ડના જવાનો, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગ્રામજનો,તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ધારાસભ્યશ્રીએ તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરના માર્ગો તિરંગા યાત્રાએ ફરીને નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા સંદેશો પાઠવ્યો હતો.
આ પ્રસંગે તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી, પૂર્વ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓ, આગેવાનો સહિત, પોલીસકર્મીઓ, શાળાઓનાં વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.

3 thoughts on “ફતેહપુરામાં તિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે તિરંગા યાત્રા યોજાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!