દાહોદ એલસીબી પોલીસે ધાનપુરના ધનારપાટીયા ગામે સપાટો બોલાવ્યો : નવ જુગારીઓને ઝડપી પાડી રૂા.૫.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
દાહોદ તા. ૧૪
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધનારપાટીયા ગામે ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા પાના વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર દાહોદ એલસીબી પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા નવ જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ સહિત મોબાઈલ ફોન તેમજ ૯ મોટરસાઈકલો મળી પોલીસે કુલ રૂા.૫,૮૯,૫૯૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસમાં જુગારીઓ બેફામ બની રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાનીની તમામ પોલીસે જુગારીઓને ઝડપી પાડવા માટેની કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુરના ધનારપાટીયા ગામે ખુલ્લી જગ્યામાં ગંજી પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમાતો હતો તે સ્થળે પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા નવ જુગારીઓમાં કાગજભાઈ હિમાભાઈ ભુરીયા, દિતાભાઈ શનુભાઈ ભાભોર, કાજુભાઈ રામસિંગભાઈ ભુરીયા, રાજુભાઈ હિંમતભાઈ ભુરીયા, અર્જુનભાઈ અનોપભાઈ હઠીલા, દિતીયાભાઈ શતરાભાઈ ભુરીયા, રમેશભાઈ કેશવાભાઈ ભાભોર, દિનેશભાઈ કેન્યાભાઈ ભાભોર અને કનુભાઈ હેમાભાઈ ભુરિયાનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૨૯,૫૯૦ની રોકડ રકમ સાથે ૬ મોબાઈલ ફોન તેમજ ૯ મોટરસાઈકલો મળી પોલીસે કુલ રૂા.૫,૮૯,૫૯૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ દાહોદ એલસીબી પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/AcjQz