વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે નડિયાદ ફોટોગ્રાફર્સ એસોસિએશનની સરાહનીય પહેલ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: ૧૯ ઓગસ્ટ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ ના અવસરે, નડિયાદ ફોટોગ્રાફર્સ એસોસિએશને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરતા માનવ સેવા ટ્રસ્ટને રૂ. ૫૧૦૦ નું અનુદાન આપ્યું. આ દાન સેવાભાવનાના પ્રતિકરૂપ હતું, જેના દ્વારા એસોસિએશને સમાજ પ્રત્યેના પોતાના સમર્પણને વ્યક્ત કર્યું. માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી ૧૮૦ થી વધુ વરિષ્ઠ નાગરિકોની સેવા કરી રહ્યું છે, સાથે જ અનેક જરૂરિયાતમંદોને મદદ, આરોગ્ય સેવા અને સમાજ ઉત્કર્ષ માટેના કાર્યો પણ કરી રહ્યું છે. નડિયાદ ફોટોગ્રાફર્સ એસોસિએશને આ પ્રસંગે જણાવ્યું કે, આ દિવસ આપણા સૌ માટે માત્ર વર્લ્ડ ફોટોગ્રાફી ડે જ નહીં, પરંતુ સેવા અને સમાજ પ્રત્યેની આપણી ફરજ નિભાવવાનો દિવસ બની રહે એવો સંકલ્પ છે.
