નડિયાદમાં જાહેર માર્ગ પર ગંદકી કરનાર સામે નગરપાલિકાની કડક કાર્યવાહી

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત, વોર્ડ સુપરવાઈઝર દ્વારા તાજેતરમાં શહેરના અમર કાર, મારુતિ સુઝુકી શો-રૂમ અને વર્કશોપનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ શો-રૂમ અને વર્કશોપમાંથી છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ પર પાણી છોડવામાં આવી રહ્યું હતું. આ બેદરકારીને કારણે રસ્તા પર કાદવ અને ગંદકી ફેલાતી હતી, જેના પરિણામે રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માત થવાનો ભય રહેતો હતો.
મહાનગરપાલિકાએ આ ગંભીર બાબતની નોંધ લઈ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જાહેર માર્ગ પર ગંદકી કરવા બદલ અમર કાર, મારુતિ સુઝુકી શો-રૂમ અને વર્કશોપ પર રૂ. ૫ હજાર નો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો છે. નડિયાદ મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવે અને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે. મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે ભવિષ્યમાં જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આવી પ્રવૃત્તિઓ કરશે તો તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!