નડિયાદ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
નરેશ ગનવાણી નડિયાદ

વિશ્વ બંધુત્વ દિવસ અને પરમ આદરણીય રાજયોગિની દાદી પ્રકાશમણીજીના ૧૮મા પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે ભારતભર અને નેપાળમાં બ્રહ્માકુમારીઝ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તા. ૨૨ થી ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન નડિયાદના પ્રભુરામ બ્રહ્માકુમારી આશ્રમ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાન કરો, જીવન બચાવો ના સંદેશ સાથે લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને દાદી પ્રકાશમણીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ધવલભાઈ સોઢાપરમા, બ્રહ્માકુમારીઝના બિપિનભાઈ અને સ્મિતાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને રક્તદાન કરીને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મદદ મળે છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન બ્રહ્માકુમારીઝના રાજયોગ સેન્ટર અને નડિયાદ રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યું હતું.
