વરોડ ગામે એક ટ્રેલરના ચાલકે પોતાના કબજાનું ટ્રેલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલકતા જતા એક રાહદારીને અડફેટમાં લઈ
દાહોદ તા.૩૦
ઝાલોદ તાલુકાના વરોડ ગામે એક ટ્રેલરના ચાલકે પોતાના કબજાનું ટ્રેલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલકતા જતા એક રાહદારીને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારતા રાહદારીને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પરજ મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના વરોડ ગામે ગતરોજ એક ટ્રેકલના ચાલકે પોતાના કબજાનું ટ્રેલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા ઝાલોદ તાલુકાના કદવાળ ગામે મોટા ફળિયામાં રહેતા મગનભાઈ કલાભાઈ ડામોરને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી નાસી જતામગનભાઈ કલાભાઈ ડામોરને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનુ ઘટના સ્થળ પર મોત નીપજ્યુ હતુ.
આ સંબંધે રામજીભાઈ મગનભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

