ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તા.૨૬

ફતેપુરા તાલુકામાં આગની તહેવાર ગણપતિ મહોત્સવ ને અનુલક્ષીને ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર એમ એન વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર કચેરીના સભાખંડમાં મામલતદાર એમ.એલ વાઘેલા તેમજ સુખસર પીઆઈ એસ.એસ વરૂ તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સાથે રાખીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આગમી ગણપતિ મહોત્સવ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ભાઈચારો જળવાઈ રહે એકબીજાના તહેવાર હળી મળીને ઉજવી શકે તેમ જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મામલતદાર ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ફતેપુરા તાલુકામાં વિવિધ જગ્યાઓએ ગણપતિ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાય છે ત્યારે આ વખતે પણ ગણપતિ મહોત્સવ ઉત્સાહભેરે ઉજવાય તે માટે ફતેપુરા પોલીસ તેમજ સુખસર પોલીસ ખડે પગે કદમથી કદમ મિલાવી સહભાગી બનવા તત્પર છે ગણપતિ સ્થાપનાથી લઈને ગણપતિ વિસર્જન સુધી આયોજકો પોતાની જવાબદારી સમજીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ ભાઈચારો જળવાઈ રહે તે રીતે ગણપતિ મહોત્સવ ઉજવવાનું રહેશે તેમ જ વિસર્જન ટાણે નદી તળાવ ચોમાસાની ઋતુમાં છલોછલ ભરાયેલા છે ત્યારે વિસર્જન સમય ધ્યાન રાખી વિસર્જન કરવું વિધુત પ્રવાહ ચાલતો હોય તે દરમિયાન વીજ કરંટ ન લાગે તે રીતે પંડાલની વ્યવસ્થા કરવી તેમ જ વિસર્જન કરવું ઓછા અવાજે વાજિંત્રો વગાડવા અબીલ ગુલાલ ની છોળ ઉડાવતી વેળાએ ધ્યાન રાખીને અબીલ ગુલાલ ઉછાળવું કેફી પદાર્થ પીને આવું નહીં પંડાલની આજુબાજુ શક્ય હોય તો સીસીટીવી કેમેરા લગાવવા આરતી સમયે તેમજ વિસર્જન સમયે અવ્યવસ્થા સર્જાય નહીં તેવુ આયોજન કરવું ખાસ કરીને હાલમાં સૈનિકો દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર ને ધ્યાનમાં રાખીને પોતાના પંડાલો તૈયાર કરવા જેમાં સૈનિકોના વસ્ત્રો પહેરાવેલા ગણપતિજી સૈનિકોના યુદ્ધ કરતા બેનરો લગાડવા ફૂલોથી સજાવવા સૈનિકોના સ્ટેચ્યુ બનાવવા ઓપરેશન સિંદૂરના થીમ ઉપર ગણપતિજીની સ્થાપના કરવી લડાકુ વિમાન બનાવવા જેવા થીન ઉપર પંડાલો સજાવવામાં આવે જેથી કરીને સૈનિકોનું બહુમાન થાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી સલાહ સૂચન આપવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!