માતર પાસે બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક નું મોત
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના માતર નજીક અકસ્માતમાં એક યુવકનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, માતર નજીક અંબારામ ફાર્મ પાસે એક બાઈક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઈક ચાલક યુવક એસટી બસના ડ્રાઈવર સાઈડમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકનો પગ શરીરમાંથી કપાઈને છૂટો પડીને દૂર ફેંકાયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક માતરની સી.એચ.સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે ખેડા સિવિલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ રિફર કરવામાં આવ્યો હતો. જોકે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું. એસટી બસના ડ્રાઈવર સનાભાઈ વસાવાની ફરિયાદના આધારે માતર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
