નડિયાદ પોલીસે ચોરી થયેલી બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચોરી થયેલી બાઇક સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.
નડિયાદ સર્વેલન્સ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એચ. દેસાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શ્રવણકુમાર શિયારામને બાતમી મળી હતી. બાતમી અનુસાર, એક શખ્સ ચોરીની બજાજ પ્લેટીના બાઇક લઈને નડિયાદના એસ.ટી.નગરથી સંત અન્ના ચોકડી તરફ આવવાનો હતો. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ઈસમ વિષ્ણુભાઈ ઉર્ફે પપ્પુ નાનસીંગભાઈ ડાભાઈમગન રાઠોડ (રહે. દર્શન સોસાયટી, નડિયાદ)ને પકડી પાડ્યો હતો. પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ બાઈક ચાર મહિના પહેલાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુના સાથે સંબંધિત છે. પોલીસે આરોપી વિષ્ણુભાઈની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી ધવલભાઈ અર્જુનભાઈ ચૌહાણ (રહે. બાલાસિનોર)ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે