દાહોદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષs સ્થાને ખેલ મહાકુંભ-૨૦૨૫ નો શુભારંભ કરવામાં આવ્યો : દાહોદને સ્માર્ટ સીટી હેઠળ આવરી લેવાના કારણે દાહોદ જિલ્લાની કાયાપલટ થઇ રહી છે : સાંસદ જશવંતસિંહ ભાભોર : ખિલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર ની સાથોસાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સતત કાર્યરત રહેશે : કલેકટર યોગેશ નિરગુડે







દાહોદ તા.૨૯
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી ની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫ ની ઉજવણી દાહોદ શહેરમાં નવો આકાર પામી રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે, દાહોદને સ્માર્ટ સીટી હેઠળ આવરી લેવાના કારણે દાહોદ જિલ્લાની કાયાપલટ થઇ રહી છે. જેથી કરીને પહેલી દાહોદ ની ધરતી પર નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થઇ રહ્યો છે. તેમણે પ્રાકૃતિક ખેતી તેમજ દાહોદ ના વિકાસ માટેની વાત કરતા કહ્યું હતું કે, દાહોદ માં પણ સરકારશ્રીની સાથે વહીવટી તંત્ર સતત પ્રયત્ન શીલ રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણા દાહોદના યુવાઓમાં એ સામર્થ્ય છે કે, તેઓ આવનાર ઓલમ્પિક સુધી પણ રમી શકશે. દાહોદની સ્ફૂર્તિ, તાકાત, ખામીર અને ખુમારી દાહોદના ખિલાડીઓમાં છે. મેદાનમાં ઉતરીને પરસેવો પાડવો એ આપણને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બનાવે છે. માટે દાહોદના સૌ ખિલાડીઓ પોતાની રુચિ મુજબ રમતોમાં ભાગ લઇ પોતાનાપરિવાર અને દાહોદ ની સાથે ગુજરાતનું નામ પણ રોશન કરે તેવી અભ્યર્થના કરી હતી.
કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ પ્રાસંગોચિત ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, સ્પોર્ટ્સ એ આપણા સર્વાંગી વિકાસ માટે ખુબ જ જરૂરી છે. સરકાર પણ રમત ગમત ક્ષેત્રે ખિલાડીઓને પૂરતું પ્લેટફોર્મ મળી રહે એ માટે સતત પ્રયત્ન કરી રહી છે. દાહોદ માં પણ ઇન્ટરનેશનલ કક્ષાએ રમી શકાય એવી રમતો માટેની તૈયારી કરવામાં આવી રહી છે. ખિલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર ની સાથોસાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સતત કાર્યરત રહેશે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ઓલમ્પિક મૂલ્યોને આત્મસાત કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, કલેકટર શ્રી યોગેશ નિરગુડે સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ફૂટબોલ અને ૧૦૦ મીટરની દોડનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક શ્રીરવિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્રસિંહ મીના, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભંડારી, લીમખેડા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ ભાભોર, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર જીલ્લા રમત ગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોક પટેલીયા, સહિત અન્ય પદાધિકારીઓ, મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
https://shorturl.fm/1TA9Z
https://shorturl.fm/LOCMM