દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી સંજેલી યુનિટના બાજરવાડા ૧ , બાજરવાડા ૨ ગામ ના સરપંચ જગુભાઈ રામજીભાઇ સંગાડા દ્વારા નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી

દાહોદ તા.૨૯

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારી સાહેબશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ના માર્ગદર્શન અને IMPACT INDIA ના PSMRI ટીમ તથા KHPT ના સહયોગથી બાજરવાડા ૧, બાજરવાડા ૨ ગામ ના સરપંચશ્રી જગુભાઈ રામજીભાઇ સંગાડા દ્વારા ૮ ટીબી સંજેલી યુનિટના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી

ટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ 2025 સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો પૂર્ણ નાશ કરવો છે આ અભિયાન માર્ચ 2018 માં આરંભાયું હતું અને તે પ્રતિબદ્ધતા મુજબ, વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ વહેલા, એટલે કે 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે વિશ્વ લક્ષ્ય 2030 છે

આજ રોજ તા: 28/8/2025 ના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બાજરવાડા ૧, બાજરવાડા ૨ ગામ ખાતે ટી.બી. સંજેલી યુનિટના દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં THO શ્રી ડૉ.સિંગ સાહેબ, MO શ્રી ડૉ. કિંજલ બારીયા, તાલુકા સભ્યશ્રી હરસિંગભાઈ સંગાડા, સરપંચશ્રી જશુભાઈ રામજીભાઇ સંગાડા ,MPHW સંજયભાઈ અને વજુભાઈ, FHW વર્ષાબેન અને મનીષાબેન, આશાબેનો પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના  સેજલબેન રોઝ હાજર રહેલ. જે અંતર્ગત બાજરવાડા ૧, બાજરવાડા ૨ ગામ ના સરપંચશ્રી દ્વારા કુલ ૮ ટી.બી. દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!