ભગવાન મહાવીરે અહિંસા અને મૈત્રીનો સંદેશ આપ્યો, ક્ષમા વીરોનું આભૂષણ છે : મુનિ કોમલકુમાર


દાહોદ તા. ૨૯
મહા તપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીના શિષ્ય મુનિ કોમલકુમારજી અને મુનિ સિધ્ધાર્થ કુમારજીની નિશ્રામાં પર્યુષણ પર્વાધિરાજ પર્વની આરાધના દાહોદ તેરાપંથ ભવનમાં કરવામાં આવી હતી. મુનિશ્રી નિશ્રામાં પર્યુષણ પર્વના નવ દિવસ અલગ અલગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યાં હતાં. ખાવાનો સંયમ દિવસ, સ્વાધ્યાય દિવસ, સામાયિક દિવસ, બોલવાનો સંયમ દિવસ, જાપ દિવસ, ધ્યાન દિવસ, વ્રત ચેતના દિવસ, ભગવતી સંવત્સરી અને ખમત ખામણા (શ્રમા યાચના, મિચ્છામિ દુક્કડં) નો દિવસ. મુનિશ્રીએ ખમત ખામણા પર્યુષણના નવમા દિવસે સભાને સંબોધીને કહ્યું કે, ભગવાન મહાવીરે અહિંસા અને મૈત્રીનો સંદેશો આપ્યો, ક્ષમા તો વીરોનું આભૂષણ છે. ખમત ખામણા કરવાથી, શ્રમાયાચના કરવાથી, મિચ્છામિ દુક્કડં કરવાથી પ્રસન્નતાની અનુભૂતિ થાય છે. પર્યુષણ મહાપર્વ ભાઈ-બહેનોએ વ્યાખ્યાન સાંભળી, જાપ કરી, ધ્યાન કરી, તપસ્યા કરી, સ્વાધ્યાય કરી, પૌષધ અને સામાયિતની સાથે સાથે નિયમ અને વ્રતથી ઉજવ્યું હતું.
https://shorturl.fm/2ZpHj