દાહોદ શહેર સહિત જિલ્લામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ
દાહોદ

દાહોદ શહેર સહિત જિલ્લામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ
જિલ્લાના લગભગ બધા જ ડેમ છલકાયા
માછણ નાળામાંથી પાણી છોડાતા લીમડી-સીમલીયા કોઝવે પર પાણી ફરી વળ્યા
નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા
સિંગવડ તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા
રણધીકપુરમાં વીજળી પડતા એક કાચું મકાન ધરાશાયી થતાં ત્રણ બકરાના મોત
દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે વાદળના ગડગડાટ તથા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો સવારના પાંચ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ મધ્યાન્હે બંધ થયો હતો. બપોરના બાર વાગ્યા સુધીમાં જિલ્લાના ફતેપુરામાં ૧૦ મીલીમીટર, ઝાલોદમાં ૧૮ મીલીમીટર, લીમખેડા માં ૨૭ મીલીમીટર, દાહોદમાં ૩૮ મિલીમીટર, ગરબાડામાં ૨૦ મિલી મીટર, દેવગઢ બારિયામાં ૩ મિલી મીટર, ધાનપુરમાં ૧ મિલીમીટર, સંજેલીમાં ૫ મિલીમીટર જ્યારે સિંગવડમાં ૫૮ મિલિમિટર વરસાદ થયાના અહેવાલ છે. જિલ્લાના લગભગ તમામ ડેમો છલકાયા છે. માછણ ડેમમાં ઉપર વાસના વરસાદને કારણે વધુ પાણી ભરાવાની શક્યતાઓને ધ્યાને લઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા લીમડી-સીમલીયા કોઝવે પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને ૧૦ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકાતા સિંગવડના નીચવાસ બજારમાં રસ્તા ઉપર ઢીંચણ સમા પાણી ભરાયા હતા. જ્યારે કબૂતરી નદી ગાંડીતૂર બનતા અને નદીમાં પૂર આવતા જનજીવન ખોરવાયું છે. અને મંડેર, માતાના પાલ્લા, વડાપીપળા, કાળિયારાઈ અને કેળકુવા ગામોનો સિંગવડ સાથેનો સંપર્ક તૂટ્યો છે. પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. સિંગવડ તાલુકાના રણધીકપુર ગામે વીજળી પડતા નદી ફળિયામાં એક કાચું નળિયા વાળું કાચું મકાન વહેલી પરોઢે ધરાશાયી થતાં ઘરમાં બાંધી રાખેલ ત્રણ બકરા મકાનના કાટમાળ નીચે દબાઈ જતા મોતને ભેટ્યાં હતાં. જ્યારે ઘરમાં હાજર લોકોનો આબાદ બચાવ થયો હતો. બોક્સ:—પાટાડુંગરી જળાશય છલકાતાં નીચવાસના ગામોને એલર્ટ કરાયા……………….. દાહોદને પીવાની પાણી પૂરું પાડતું પાટાડુંગરી જળાશય છલકાયું છે. અને જળાશયની સપાટી હાઈ એલર્ટ સ્ટેજ પર પહોંચતાં જળાશયના સ્ત્રાવક્ષેત્રમાં થતા વરસાદને કારણે જળાશયની સપાટીમાં ક્રમશઃ વધારો સંભવ છે. જે ૧૭૦.૮૪ મીટરની આ લેખિત પૂર્ણ સપાટી આવતા બંધના વેસ્ટ વિયર ઉપરથી વધારાના પૂરનો પ્રવાહ નીચવાસમાં ખાનનદીમાં થઈ પસાર થશે જેથી જળાશયના નીચવાસમાં આવતા દાહોદ તાલુકાના વરમખેડા બોરખેડા જાલત મોટી ખરજ ઈન્દોર હાઇવે નજીક પુંસરી દાહોદ કસબા સબરાળા તથા ગરબાડા તાલુકાના સાહડા પાંચવાડા તેમજ દેવધા ગામને એલર્ટ કરાયા છે. દાહોદ જિલ્લામાં આ વર્ષે ચોમાસું સારું રહેતા અને સારા પાકની આશા બંધાતા ધરતીપુત્રો ખુશ ખુશાલ છે. આમ તો દાહોદ તાલુકામાં સરેરાશ ૨૮ થી ૩૦ ઇંચ જેટલા વરસાદની જરૂર હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે આજ સુધીમાં દાહોદ તાલુકામાં ૩૦ ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. અને ભાદરવા માસના પણ વીસથી વધુ દિવસો બાકી છે. જિલ્લામાં સારા વરસાદને કારણે તળાવો તેમજ કુવાઓના જળસ્તર વધ્યા છે.
https://shorturl.fm/QIvqz
https://shorturl.fm/Er3OW