નડિયાદ-મહુધા રોડ પરથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, એક વોન્ટેડ

નરેશ ગનવાણી નડિયાદ

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફે નડિયાદ-મહુધા રોડ પરથી રૂ. ૩૯ હજાર,૯૦૦ની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે, મહમદસોહેબ મહમદમુનાફ મંસૂરી નામનો વ્યક્તિ ઓટો રિક્ષામાં નડિયાદથી મહુધા તરફ ગાંજાનો જથ્થો લઈને જવાનો છે. આ માહિતીના આધારે, પોલીસે વીણા ગામ પાસે નડિયાદ-મહુધા રોડ પર વોચ ગોઠવી હતી. ચેકિંગ દરમિયાન, બાતમી મુજબના વર્ણનવાળા મહમદસોહેબ મંસૂરીને રિક્ષામાં પાછળની સીટમાં બેઠેલો જોઈને અટકાવવામાં આવ્યો હતો. તેની પાસેથી એક પોલીથીન બેગમાંથી સેલોટેપથી વીંટાળેલા પેકેટોમાં ૩.૯૦૦ કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૩૦ હજાર,૯૦૦ અંદાજવામાં આવી છે.
ગાંજા ઉપરાંત, પોલીસે અન્ય મુદ્દામાલ અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૪૦ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી મહમદસોહેબ મહમદમુનાફ મંસૂરી રહે. કાજીની હવેલી, મહુધા,ની ધરપકડ કરવામાં આવી છે. આ ગાંજો મંગાવનાર ઇમરાનભાઈ રહે. દદુસર, તા. મહુધાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!