શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થામાં અન્નકૂટ મહોત્સવની ઉજવણી
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ અને શ્રી સંતરામ વિદ્યાલયમાં આજે ગણપતિદાદા અન્નકૂટ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર વિદ્યાલય પરિવાર, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાયા હતા, તેમણે દાદાને અન્નકૂટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
આ શુભ પ્રસંગે સંસ્થાના મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે અન્નકૂટની આરતી ઉતારી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, સંતરામ કેળવણી મંડળના પ્રમુખ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજે સૌ વિદ્યાર્થીઓ અને વાલીગણને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા.
આ અન્નકૂટ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા,