નડિયાદ પશ્ચિમ પોલીસે ૧૧.૮૭ લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડયા

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એચ. ચૌધરીની સુચના થી સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે એ.એસ.આઇ. રાકેશકુમાર ચુનીલાલ અને હેડ કોન્સ્ટેબલ પરેશકુમાર કનુભાઈને બાતમી મળી હતી કે, નડિયાદ પશ્ચિમ આઈ.જી. માર્ગ પર આવેલા પ્રમુખ પેલેસ ફ્લેટમાં જયકુમાર વત્સલભાઈ પટેલ પોતાના ઘરે જુગારધામ ચલાવી રહ્યા છે. બાતમીના આધારે, પોલીસે  દરોડો પાડીને સ્થળ પરથી સાત ઇસમોને જુગાર રમતા જયકુમાર વત્સલભાઈ પટેલ, પ્રિતેશ મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ, હિતેશભાઈ કાંતિભાઈ પટેલ,
પ્રશાંત ઉર્ફે સોમભાઈ ઈન્દ્રવદનભાઈ દેસાઈ, ઠાકોરભાઈ મફતભાઈ પટેલ
તુષારભાઈ રમેશભાઈ પટેલ,
અનિલકુમાર અંબાલાલ પટેલ ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ૨ લાખ ૧૭ હજાર ૮૫૦ રોકડા, રૂ.૧ લાખ ૧૦ હજાર ની કિંમતના સાત મોબાઈલ ફોન, અને રૂ.૮ લાખ ૬૦ હજાર ની કિંમતના ચાર વાહનો (કિયા સોનેટ, બજાજ ચેતક ઇલેક્ટ્રિક મોપેડ, હિરો માએસ્ટ્રો અને એક્ટિવા) સહિત કુલ રૂ.૧૧ લાખ ૮૭ હજાર ૮૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!