*P.M. ના ૭૦માં જન્મદિને ૧૦૦૦ નાગરિકોનું ૨૦ કરોડ વિમાકવચનું પ્રીમિયમ ભાજપ મહામંત્રીવ નરેન્દ્ર ભાઈ સોની ચૂકવશે
◆ *ભારતભરમાં અનોખી રીતે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી*
◆ *
સામાન્ય રીતે લોકો જન્મદિવસની ઉજવણી રક્તદાન કરી, વૃક્ષારોપણ કરી, મીઠાઈ વહેંચી અલગ અલગ રીતે ઉજવતા હોય છે ત્યારે લોકપ્રિય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી દાહોદ ખાતે અલગ રીતે કરાઈ રહી છે. જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સાહેબની પ્રેરણાથી કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી વીમા કવચ યોજના હેઠળ દાહોદ જિલ્લાના કુલ ૧૦૦૦ ગરીબ , મધ્યમવર્ગીય નાગરિકોને તેમજ હોમગાર્ડ જવાનોના વીમા પ્રીમિયમ સ્વખર્ચે ભરી વ્યક્તિ દીઠ બે લાખ એટલે કે હું ૨૦કરોડનું વીમા કવચ અપાવી સરકારી લાભ માટે લોકોને જાગૃત કરવા માટે પ્રેરણાદાયી કાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે જે અનુસંધાને તેઓનો સંપર્ક કરતા જણાવ્યું કે આ કાર્ય આ માસના અંત સુધીમાં પૂરું કરી દેવામાં આવશે.
આ યોજનાનો લાભ ગરીબ મધ્યમવર્ગના તેમજ હોમગાર્ડ જવાનોને મળતા અકસ્માતના સંજોગોમાં મૃત્યુ તથા તેમના પરિવારને આર્થિક સહારો થશે જે લોકોના બેંકમાં એકાઉન્ટ હોય અને વીમા યોજના માટે એપ્લાય કરેલું હોય કે ના કરેલ હોય એવા મધ્યમવર્ગના કે ગરીબ એક હજાર લોકોનો પ્રીમિયમ આપી કુલ ૨૦ કરોડનું વિમાકવચ આપી લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાગૃત કર્યા હતા.
આ તકે નરેન્દ્ર ભાઈ સોનીએ દરેક લોકો વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવી બીજા લોકોને પણ જાગૃત કરે તેવી અપીલ કરી હતી.