નડિયાદની આર્ટસ કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું, ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા
વર્તમાન રોકાણ પરિદૃશ્ય’ વિષય પર એક વ્યાખ્યાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય પ્રો.ડો. મહેન્દ્રકુમાર એ. દવેના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજનભાઈ આનંદપરા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. રાવજીભાઈ સક્સેનાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું. મુખ્ય વક્તા સી.એ. રાજનભાઈએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી રોકાણના વિવિધ પાસાઓ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે રોકાણનું મહત્વ, નાણાકીય આયોજન અને રોકાણ સંબંધિત મહત્ત્વપૂર્ણ પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક છણાવટ કરી હતી. તેમણે એક્સેલ શીટ પર લાઈવ ગણતરી કરીને આ જટિલ વિષયને વિદ્યાર્થીઓ માટે વધુ સરળ બનાવ્યો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય પ્રો.ડો. મહેન્દ્રકુમાર દવેએ પૌરાણિક કથાઓના ઉદાહરણો દ્વારા રોકાણનું મહત્વ સમજાવ્યું હતું. આ વ્યાખ્યાનમાં અધ્યાપકો અને ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. મિનેષભાઈ સોલંકીએ કર્યું હતું અને આભારવિધિ ડો. પ્રિયંકા દેસાઈએ કરી હતી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે થયું હતું.
