આજે કોરોનાના ૭ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૩૮ ને પાર : એક્ટીવ કેસ ૧૮૭

અનવરખાન પઠાણ / ગગન સોની

દાહોદ તા.૧૬

દાહોદમાં કોરોના સંક્રમણનો આંકડો ઉતાર ચઢાવ વચ્ચે દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ હાલ યથાવત્‌ છે. આજે કોરોનાના કુલ ૭ કેસો નોંધાવા પામ્યા છે.

આજે રેપીટ ટેસ્ટના ૧૧૪૨ ટેસ્ટમાં ૪ અને આરટીપીસીઆના ૨૬૨ ટેસ્ટમાંથી ૩ એમ કુલ મળી આજે કોરોના પોઝીટીવના ૭ દર્દીઓ સામે આવ્યા છે જેમાં (૧) પટેલ મગનભાઈ વાલાભાઈ (ઉ.૬પ રહે. નાનસલાઈ પટેલ ફળીયુ ઝાલોદ), (ર) ડાંગી શાંતાબેન તીલકભાઈ (ઉ.૩પ રહે. નિમેરોડ ભગત ફળીયા ઝાલોદ), (૩) ડામોર જિતેન્દ્રકુમાર ભારતભાઈ (ઉ.ર૭ રહે. શંકરપુરા નિચલુ ફળીયુ ઝાલોદ), (૪) કડીયા ઉમેશભાઈ કલસિંગભાઈ (ઉ.૪ર રહે. નવકાર નગર દાહોદ), (પ) કુવાડીયા સુરેશભાઈ રમેશ (ઉ.૩૦ રહે. પીએચસી ભથવાડા દે.બારીયા), (૬) પસાયા પ્રદીપકુમાર ભારતભાઈ (ઉ.ર૩ રહે. આંબલી ફળીયા, અભલોડ, ગરબાડા), (૭) પસાયા વિક્રમભાઈ મધુભાઈ (ઉ.ર૩ રહે. આંબલી ફળીયા, અભલોડ, ગરબાડા). આ ૭ પૈકી દાહોદમાં ૧, ઝાલોદમાં ૩, દેવગઢ બારીઆમાં ૧ અને ગરબાડામાં ૨ કેસોનો સમાવેશ થયો છે. આ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૩૮ ને પાર થયો છે જેમાંથી આજે ૧૬ લોકોએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હવે એક્ટીવ કેસની સંખ્યા ૧૮૭ રહેવા પામી છે અત્યાર સુધી કોરોનાથી જિલ્લામાં ૬૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: