દાહોદ એસઓજી પોલીસનો સપાટો : ખેતર માલિકની અટકાયત : સંજેલીના ડુંગરા ગામેથી એક ખેતરમાંથી પોલિસે રૂપિયા ૯૦ હજાર ઉપરાંતના ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગામેથી દાહોદ એસઓજી પોલીસે એક ખેતરમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગેરકાયદેસર લીલા ગાંજાના છોડનું વાવેતર પોલીસે ઝડપી પાડી ખેતરમાંથી રૂા.૯૦,૩૦૦ના ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડયાનું જાણવા મળે છે.
દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તા.૦૯મી સપ્ટેમ્બરના રોજ સંજેલીના ડુંગરા ગામે બારીયા ફળિયામાં રહેતાં સબુરભાઈ મનાભાઈ બામણીયાના માલિકીના ખેતરમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. ખેતરમાં તપાસ હાથ ધરતાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર પોલીસે ઝડપી પાડયું હતું જેમાં લીલા ગાંજાના છોડ નંગ. ૨૩નું કુલ વજન ૯.૦૩ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપીયા ૯૦,૩૦૦નો લીઁલા ગાંજાનો ગેરકાયદેસર જથ્થો પોલીસે કબજે કરી આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
https://shorturl.fm/NFigS
https://shorturl.fm/iTNGa