દાહોદ એલસીબી પોલીસે બે સ્થળોએ સપાટો બોલાવી પ્રોફિબિશન જથ્થો કબ્જે કર્યો : દાહોદ જિલ્લામાંથી બે સ્થળોએથી પોલીસે રૂપિયા ૫.૬૩ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ફોર વ્હીલર વાહન કબ્જે કર્યા : બે ઇસમોની અટકાયત

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોથી દાહોદ એલસીબી પોલીસે બે પ્રોહી રેડ દરમ્યાન રૂા.૫,૬૩,૨૧૪ના પ્રોહી જથ્થા સાથે બે ફોર વ્હીલર વાહન કબજે કરી કુલ રૂા. ૧૫,૬૩, ૨૧૪ સાથે બે ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

પ્રોહીબીશનનો પ્રથમ બનાવ લીમખેડાના નિનામાના વાવ ગામે બનવા પામ્યો હતો જેમાં ગતરોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે નિનામાના વાવ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે તેને ઉભી રખાવી પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલક નરેશ રમણ ગણાવા (રહે.મોટીવાવ, તા.લીમખેડા, જિ.દાહોદ) નાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જબાવ મળ્યો ન હતો જેથી પોલીસે પીકઅપ ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. ૧૯૨૦ કિંમત રૂા. ૪,૮૪,૮૬૦ના પ્રોહી જથ્થા સાથે પીકઅપ ફોર વ્હીલર ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૯,૮૪,૮૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બીજો પ્રોહીબીશનનો બનાવ દેવગઢ બારીઆના વણભેલા ગામે ચોકડી પર બનવા પામ્યો હતો જેમાં ગતરોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દેવગઢ બારીઆના વણભેલા ચોકડી પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે ફોર વ્હીલર ગાડીમાં સવાર ચાલક દુર્ગેશકુમાર કનૈયાલાલ ઠક્કર (રહે.આમલી ફળિયા, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ. ૧૮૪ કિંમત રૂા.૭૮,૩૫૪ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૫,૭૮, ૩૫૪નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ઉપરોક્ત બંન્ને બનાવો સંદર્ભે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!