પોલીસે આરોપીને મહિલાને જૂનાગઢ ખાતેથી ઝડપી પાડવામાં આવી : શેર માર્કેટમાં ઉંચા વ્યાજ દરની લાલચ આપી દાહોદના યુવકને રૂા.૨૪.૯૫ લાખનો ચુનો ચોપડનાર ફ્રોડને મહિલાને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી

દાહોદ તા.૧૦

શેર માર્કેટમાં ઉંચા વળતર આપવાની લાલચ આપી રૂપિયા ૨૪,૯૫,૦૦૦/- નો ફ્રોડ કરનાર આરોપીને સાયબર ક્રાઈમ પોલીસ દાહોદે ઝડપી પાડી આરોપી મહિલાને ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દાહોદમાં થોડા દિવસો પહેલા એક વ્યક્તિને શેર માર્કેટમાં ઉંચા વળતર આપવાની લાલચ આપી રૂપિયા ૨૪,૯૫,૦૦૦/- ગઠિયાઓએઓનલાઈન ફ્રોડ કર્યો હતો ત્યારે આ મામલે ક્રાઈમ પોલીસ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો જેમાં આરોપીઓએ ફરીયાદીને શેર માર્કેટમા ઉંચા વળતરની લાલચ આપી લીંક ડાઉનલોડ કરાવી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા રૂ.૨૪,૯૫,૦૦૦/- ઓનલાઈન ટ્રાન્સફર કરાવેલ હતા. આરોપીઓ જૂનાગઢ ખાતે હોવાનું પોલીસને તપાસમાં જણાઈ આવતા પોલીસે એક ટીમ બનાવી આરોપીઓની તપાસ કરવા માટે જૂનાગઢ રવાના કરવામાં આવ્યા હતા અને ટીમ દ્વારા હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ માધ્યમથી આ ગુન્હાને અંજામ આપનાર આરોપી નયનાબેન ઇન્દ્રવદનભાઈ કડીયા (રહે. જવાહર રોડ, મીરા અપાર્ટમેન્ટની બાજુમાં, જુનાગઢ) ને પકડી પાડી દાહોદ પોલીસ મથકે લઈ આવી આ સંબંધે ક્રાઈમ પોલીસ દાહોદે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

One thought on “પોલીસે આરોપીને મહિલાને જૂનાગઢ ખાતેથી ઝડપી પાડવામાં આવી : શેર માર્કેટમાં ઉંચા વ્યાજ દરની લાલચ આપી દાહોદના યુવકને રૂા.૨૪.૯૫ લાખનો ચુનો ચોપડનાર ફ્રોડને મહિલાને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!