ડાકોર નજીકથી જુગાર રમતા છ ઝડપાયા, કુલ રૂ. ૧૦,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
નરેશ ગનવાણી નડિયાદ

ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એલ.સી.બી. પોલીસ ટીમે બાતમીના આધારે સિમલજ ગામમાં ભાથીજી મંદિર સામે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં છ વ્યક્તિઓને રોકડ અને જુગારના સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસને મળેલી બાતમી અનુસાર, સિમલજ ગામમાં કેટલાક ઈસમો ભેગા થઈને પત્તા-પાના વડે જુગાર રમી રહ્યા હતા. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન, સ્થળ પરથી (૧) બાબુભાઇ કનુભાઇ ચાવડા, (૨) સંજયકુમાર સોમાભાઇ સોલંકી, (૩) બળવંતભાઇ રમણભાઇ પરમાર, (૪) સતિષ જશુભાઇ પટેલ, (૫) સંજયભાઇ સુનીલભાઇ રામી, અને (૬) જીતેશભાઇ શંકરભાઈ ગોહેલને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે તેમની અંગઝડતી અને દાવ પરથી કુલ રૂ. ૧૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં અંગઝડતીના રૂ. ૭,૦૦૦ અને દાવ પરના રૂ. ૩,૮૦૦નો સમાવેશ થાય છે. પકડાયેલા તમામ છ આરોપીઓ વિરુદ્ધ ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
https://shorturl.fm/npa6E