દાહોદ શહેરમાં ગડી વિસ્તારમાં સાંજના સમયે મોપેડ જેવા વાહન ઉપર સવાર થઈ આવેલ બે અજાણ્યા અછોડા તોડ ઈસમોએ એક મહિલાના ગળામાંથી ત્રણ તોલા વજનની સોનાની ચેઈન
દાહોદ તા.૩૦
દાહોદ શહેરમાં ગડી વિસ્તારમાં સાંજના સમયે મોપેડ જેવા વાહન ઉપર સવાર થઈ આવેલ બે અજાણ્યા અછોડા તોડ ઈસમોએ એક મહિલાના ગળામાંથી ત્રણ તોલા વજનની સોનાની ચેઈન કિંમત રૂ.૮૪,૦૦૦ની ખેંચી તોડી લઈ નાસી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકામાં મેઘનગર ગામે જૈન મંદિરની સામે રહેતા નીતાબેન અશોકભાઈ પવાર ગતરોજ કોઈ કામ અર્થે દાહોદ ખાતે આવ્યા હતા અને સાંજના સાતેક વાગ્યાના સમયે દાહોદ શહેરના ગડી રોડ વિસ્તારની દરગાહ તરફ જતા રસ્તા ખાતેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી એક મોપેડ જેવા વાહન પર સવાર થઈને આવેલ બે અજાણ્યા ઈસમોએ નીતાબેને ગળામાં પહેરેલે ત્રણ તોલા વજનની સોનાની ચેન કિંમત રૂ.૮૪,૦૦૦ની કિંમત સોનાની ચેન તોડી લઈ નાસી જતા આ સંબંધે નીતાબેન અશોકભાઈ પવારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.