અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કારની ટક્કરે ટેમ્પો ચાલકનું મોત
નરેશ ગનવાણી નડિયાદ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ફતેપુરા ગરનાળા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારની ટક્કર વાગતા ટેમ્પો ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના શુક્રવાર બપોરે બની હતી અને મૃતક ટેમ્પો ચાલક અમદાવાદથી હાલોલ જઈ રહ્યા હતા.
અમદાવાદના હાથીજણ સર્કલ પાસે રહેતા રતનભાઈ જુગાભાઈ ભરવાડ ટેમ્પો ચલાવતા હતા. ૧૨ સપ્ટેમ્બરના રોજ તેઓ અમદાવાદથી લોખંડનો સામાન ભરીને હાલોલ જીઆઈડીસી જવા નીકળ્યા હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક ફતેપુરા પાસે તેમના ટેમ્પોમાં પંચર પડ્યું.
પંચર ચેક કરવા માટે રતનભાઈએ ટેમ્પોને રોડની સાઈડમાં ઊભો રાખ્યો અને તેમાંથી ઉતરીને તપાસ કરી રહ્યા હતા. તે જ સમયે, પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કારે તેમને જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં રતનભાઈને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ. તેમને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા વિહાભાઈ ભરવાડે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


https://shorturl.fm/RoYAw
https://shorturl.fm/RAxYX