વડતાલ પોલીસે દરોડા પાડી રૂ.૫.૭૫ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

નરેશ ગનવાણી નડિયાદ

વડતાલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બરંડાને બાતમી મળી હતી કે, ભૂમેલ ગામના સતીષ શંકરભાઈ પરમાર અને સંજાયા ગામના કમલેશભાઈ હસમુખભાઈ પરમાર ભૂમેલ ગામની સીમમાં આવેલા જગદીશભાઈ પટેલના ખેતરમાં લોખંડના પીપોમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ સંતાડી રહ્યા છે. આ બાતમીના આધારે, વડતાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સબ-ઈન્સ્પેક્ટર યુ.એચ. કાતરિયા અને તેમની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે લોખંડના ૯ પીપોમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની કુલ ૪,૩૯૪ બોટલો કબજે કરી હતી, જેની કિંમત રૂ.૫,૭૧,૪૦૦ અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, ₹૪,૫૦૦ના ૯ લોખંડના પીપ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે કુલ રૂ.૫,૭૫,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સતીષ શંકરભાઈ પરમાર અને કમલેશભાઈ હસમુખભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

2 thoughts on “વડતાલ પોલીસે દરોડા પાડી રૂ.૫.૭૫ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!