કપડવંજના યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા: ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-કેદારનાથ માર્ગ બંધ
નરેશ ગનવાણી નડિયાદ
ઉત્તરાખંડમાં કેદારનાથ-બદ્રીનાથની યાત્રા દરમિયાન કપડવંજ તાલુકાના ૩૩ યાત્રાળુઓ ભૂસ્ખલનને કારણે રસ્તા પર ફસાયા છે. છેલ્લા ૨૪ કલાકથી વધુ સમયથી માર્ગ બંધ હોવાથી આ યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, રાહતની વાત એ છે કે તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે. કપડવંજના ૫૦થી વધુ લોકોનો એક સમૂહ એક કથાકાર સાથે બદ્રીનાથની યાત્રાએ ગયો હતો. તેમાંથી ૩૩ લોકોનો એક ગ્રુપ કેદારનાથના દર્શન કરવા માટે ગયો હતો. કેદારનાથથી પરત ફરતી વખતે બદ્રીનાથ તરફના માર્ગ પર ભારે ભૂસ્ખલન થયું, જેના કારણે વહેલી સવારના ૫:૩૦ વાગ્યાથી રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો. બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચેના આ માર્ગ પર કપડવંજના યાત્રાળુઓ સહિત ૫૦થી વધુ વાહનો ૨૪ કલાકથી વધુ સમયથી ફસાયેલા છે. યાત્રાળુઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પરિસ્થિતિની જાણકારી આપી છે. હાલમાં રસ્તો સાફ કરવા માટે ત્રણ જેસીબી મશીનો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ફસાયેલા યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વહીવટીતંત્રએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં માર્ગ ખુલ્લો થઈ જશે.


https://shorturl.fm/RwDqx
https://shorturl.fm/KQN1L
https://shorturl.fm/A4yin
https://shorturl.fm/qICoC
https://shorturl.fm/UqWc7