નડિયાદમાં નવરાત્રીની ત્રણ સ્થળોએ ઇકો ફ્રેન્ડલી ગરબા મહોત્સવનું આયોજન
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં નવરાત્રી પર્વની ઉજવણી થવા જઈ રહી છે. ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ, સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા નડિયાદમાં ભક્તિ અને શક્તિના આ પર્વને ભવ્ય રીતે ઉજવવા માટે ત્રણ જુદા જુદા સ્થળોએ વિશાળ ગરબા મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવોમાં હજારો ખેલૈયાઓ માતાજીની આરાધના કરવા માટે ગરબે ઘૂમશે. આયોજકો દ્વારા ખેલૈયાઓ માટે ઇકો ફ્રેન્ડલી અને ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ નવ દિવસીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગરબા રસિકો ભાગ લેશે. પારસ સર્કલ, બાસુદીવાળા ગ્રાઉન્ડ: અહીં સ્પંદન ગ્રૂપ નવરંગ નવરાત્રી બીટ્સ પરિવાર દ્વારા નોંધણી કરાવેલ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
પીપલગ રોડ, રાધે ફાર્મ: આ સ્થળે ‘મા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા નવદુર્ગા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. પીપલગ રોડ, વૃંદાવન ગરબા મહોત્સવ: રાધે ફાર્મની નજીક જ, ‘મા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા બાળકો અને કિશોરો માટે ખાસ વૃંદાવન ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે, જેથી નાના બાળકો પણ સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણી શકે. આ ગરબા મહોત્સવોમાં ખેલૈયાઓની સુરક્ષા અને સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્રણેય સ્થળોએ ઇકો ફ્રેન્ડલી અને ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ રહેશે. ઉપરાંત, આ ગ્રાઉન્ડ્સ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે. ફાયર સેફ્ટી અને ઇમર્જન્સી મેડિકલ સેવાઓ માટે તબીબોની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ રહેશે. ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે, ખેલૈયાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબે રમી શકે તે માટે પોલીસ અને બ્રાઉન્સરોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે ખાસ દિવસ: નવરાત્રીના નવ દિવસમાંથી એક દિવસ સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે ફાળવવામાં આવ્યો છે, જેથી તેઓ પણ ગરબાનો આનંદ લઈ શકે. આ આયોજનથી નડિયાદમાં ભક્તિ, શક્તિ અને એકતાનો અનોખો માહોલ સર્જાશે. આ મહોત્સવોના આયોજન અંગે માહિતી આપવા માટે બાસુદીવાળા ગ્રાઉન્ડ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

https://shorturl.fm/DasLb
https://shorturl.fm/jd4go
https://shorturl.fm/N0gJ4