સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર ખાતે ગર્ભવતી મહિલાઓ માટે ગરબાનું આયોજન

નરેશ ગનવાણી નડિયાદ

નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર ખાતે ગર્ભવતી મહિલાઓ માટે ભક્તિમય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંત નિર્ગુણદાસ મહારાજ, જાણીતા કથાકાર ઉમેશભાઈ શાસ્ત્રી, તેમજ તપોવન કમિટીના સભ્યોએ ઉપસ્થિત રહી માતાજીની પૂજા-અર્ચના અને આરતી કરી ધન્યતા અનુભવી હતી.
જૂની પુરાણી પરંપરા અનુસાર, ગર્ભવતી મહિલાઓએ માતાજીની ભક્તિ ભાવપૂર્વક આરાધના કરી હતી. લગભગ ૨૦૦થી વધુ ગર્ભવતી મહિલાઓએ ઉત્સાહભેર ગરબાની રમઝટ માણી હતી. સમગ્ર તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર ‘જય અંબે’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, જેનાથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગર્ભવતી મહિલાઓમાં સકારાત્મક ઊર્જા અને આધ્યાત્મિક ભાવનાનું સિંચન કરવાનો હતો, જેથી ગર્ભસ્થ શિશુ પર સારા સંસ્કાર પડે.
આ પ્રકારના આયોજનોથી ગર્ભવતી મહિલાઓને માનસિક શાંતિ અને આનંદ મળે છે, જે તેમના અને તેમના આવનાર બાળકના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!