ટ્રેનમાં ઊંઘતી મહિલાનું પર્સ ચોરી કરનાર ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં ચાલુ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક મહિલાના પર્સની ચોરી કરનાર ચોરને રેલવે પોલીસે ઝડપી પાડીને રૂ. ૮૩ હજાર ૭૪૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેનમાં ઊંઘી રહેલી એક મહિલાએ પોતાનું પર્સ માથા નીચે રાખ્યું હતું. આ તકનો લાભ લઈને કોઈ અજાણ્યો ચોર તેનું પર્સ ચોરી ગયો હતો. પર્સમાં રૂ. ૩૦ હજાર રોકડા, સોનાના દાગીના અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૮૩ હજાર ૭૪૦ની કિંમતનો મુદ્દામાલ હતો. આ ઘટના અંગે નડિયાદ રેલવે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે ટ્રેનમાં ફેરી કરતા સુનિલ ઉર્ફે વિરેન્દ્ર રામચરણ દહિયા હાલ રહે. અમરોલી, સુરત, મૂળ રહે. જબલપુર, મધ્યપ્રદેશ) નામના શખ્સને ચોરાયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
https://shorturl.fm/d5DqB