દાહોદમાં વધુ ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૫૫ ને પાર
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ તા.૧૭
દાહોદમાં આજે વધુ ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓના સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૫૫ ને પાર થયો છે. આજે વધુ ૧૮ લોકોએ હોસ્પિટલમાંથી રજા લેતા એક્ટીવ કેસ ૧૮૫ રહેવા પામ્યા છે.
આજના ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી (૧) હરેન્દ્રભાઈ ગણપતભાઈ નાવી (ઉ.પ૦ રહે. મંડળી ફળીયુ દાહોદ), (ર) હુજેફા જૈનુદ્દીન પહાડવાલા (ઉ.૩૯ રહે. યશ માર્કેટ દાહોદ), (૩) મારીયાબેન હુજેફાભાઈ પહાડવાલા (ઉ.૩૦ રહે. યશ માર્કેટ દાહોદ), (૪) મુબીનાબેન જૈનુદ્દીનભાઈ પહાડવાલા (ઉ.૬૬ રહે. યશ માર્કેટ દાહોદ), (પ) સાબિર શૈફુદ્દીન બંગાવાલા (ઉ.૬૩ રહે. ગોદી રોડ દાહોદ), (૬) કાશીબેન કેશવભાઈ પ્રજાપતિ(ઉ.પપ રહે. લીમખેડા), (૭) હાંડા અક્ષય સતીશભાઈ (ઉ.ર૦ રહે. પીપલેટ નિશાળ ફળીયુ પેથાપુર ઝાલોદ), (૮) વાળંદ આલોક મહેન્દ્રભાઈ (ઉ.૩૯ રહે. રામજી મંદિર નજીક લીમડી), (૯) નિનામા મેનાબેન લાલાભાઈ (ઉ.ર૮ રહે. છાપરી પટેલ ફળીયા બોરવાણી દાહોદ), (૧૦) પરમાર વિક્રામ સરદારસિંહ (ઉ.ર૯ રહે. આદિવાસી સોસાયટી દાહોદ), (૧૧) મકવાણા મિથિલભાઉ અજયભાઈ (ઉ.ર૯ રહે. ગોદી રોડ દાહોદ), (૧ર) ગોહીલ મહેશભાઈ રમેશભાઈ (ઉ.૩૦ રહે. પંચાયત ફળીયા ગાંગરડી ગરબાડા), (૧૩) કોળી અરવિંદ મુળજીભાઈ (ઉ.ર૬ રહે. ગરાજીયા ફળીયુ ભુતીયા દે.બારીયા), (૧૪) માવી ભુરાભાઈ ધુળાભાઈ (ઉ.૬૩ રહે. ભીલવાડા ફળીયા ઈનામી બોરડી દાહોદ), (૧પ) હાંડા ચંદાબેન જગુભાઈ (ઉ.૩૦ રહે. હિમાલા ગામતળ ટીમરડા દાહોદ), (૧૬) પરમાર કુશુમબેન રામસીંગભાઈ (ઉ.૬ર રહે. મુલ્કા ફળીયુ બાવકા દાહોદ), (૧૭) ડામોર હર્ષ રતનભાઈ (ઉ.૧૩ રહે. વખતપુરા ઝાલોદ).૨૦૨૯ રેપીટ ટેસ્ટ પૈકી ૧૧ પોઝીટીવ તેમજ ૨૬૦ આરટીપીસીઆ ટેસ્ટ પૈકી ૬ મળી કુલ આજે ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા હતા જેમાંથી ૧૧ દાહોદમાંથી, ૧ લીમખેડા, ૩ ઝાલોદ, દેવગઢ બારીઆમાંથી ૧, ગરબાડામાંથી ૧ દર્દીઓનો સમાવેશ થાય છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધી ૬૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
#Sindhuuday Dahod