ખેડા કેમ્પ ખાતે રૂ. ૧.૪૮ કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો
નરેશ ગનવાણી નડિયાદ

જિલ્લામાં દારૂબંધીના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે ખેડા કેમ્પ ખાતે રૂ. ૧,૪૮,૪૬,૪૮૮ ની રકમની કુલ ૩૦,૮૪૭ દારૂની બોટલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવી હતી.મહેમદાવાદ પોલીસ સ્ટેશનની રૂ. ૭૩,૧૯,૩૧૩ કિંમતની ૧૬,૫૨૭ બોટલ. લીંબાસી પોલીસ સ્ટેશનની રૂ. ૬૪,૯૨,૫૫૦ની કિંમતની ૧૨,૧૨૪ બોટલ અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની રૂ. ૧૦, ૩૪,૬૨૫ ની કિંમતની કુલ ૧૨,૧૨૪ જપ્ત કરેલ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો. આ અવસરે ખેડા પ્રાંત સૂરજ બારોટે આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ૦૨ ઓક્ટબરના રોજ મહાત્મા ગાંધીજીની જયંતિ આવી રહી છે ત્યારે દારૂબંધી અમલીકરણની આ સરાહનીય કામગીરી દ્વારા પ્રાંત અધિકારીએ લોકોને દારૂના દૂષણ થી દૂર રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ રાઠોડ, નશાબંધી અધિકારી, મહેમદાવાદ, ખેડા, માતર અને લીંબાસીના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
