ગીતા જયંતી મહોત્સવ નિમિત્તે નડિયાદ ગીતામંદિર ખાતે ગીતામુખપાઠ સ્પર્ધા યોજાઈ
નરેશ ગનવાણી નડિયાદ

સ્વ. કુ. જસુમતિબેન ડાહ્યાભાઈ ભાવસારને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
નડિયાદ: પ્રતિવર્ષ ગીતા જયંતી મહોત્સવ નિમિત્તે યોજાતી વિવિધ સ્પર્ધાઓના ભાગરૂપે, આજરોજ નડિયાદ સ્થિત ગીતામંદિર ખાતે ખેડા અને આણંદ જિલ્લાના ઋષિકુમારો માટે સંપૂર્ણ ગીતામુખપાઠ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક સ્પર્ધા શ્રી સંતરામ મંદિરના હરિદાસ મહારાજ, ડો. ગીતાબેન, કલ્પનાબેન શાહ અને જાગૃતિબેન શાહના સાનિધ્યમાં યોજાઈ હતી. જેમાં ઋષિકુમારોએ ઉત્સાહભેર ભાગ લઈને શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંપૂર્ણ પાઠનું મુખપાઠ દ્વારા પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં, ગીતામંદિર નડિયાદના ટ્રસ્ટી કુ. જસુમતિબેન ડાહ્યાભાઈ ભાવસારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તારીખ ૨૩-૦૯-૨૦૨૫ ના રોજ તેમનું ગીતા ચરણ શરણ થતા, તેમના આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી તેમને યાદ કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન ગીતામંદિર નડિયાદના ડો. પ્રજ્ઞેશ કુમાર જી. પંડયાએ કર્યું હતું અને અંતે તેમણે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

https://shorturl.fm/G8Jdv