પિસ્ટલ સાથે બે શખ્સ ઝડપાયા: સેવાલિયા ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: સેવાલિયા નજીક મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર પોલીસે રવિવારે સવારે ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે શખ્સો પાસેથી મેડ ઇન યુએસએ લખેલી ૪ પિસ્ટલ અને ૨ ખાલી મેગઝીન જપ્ત કર્યા હતા. પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે બાતમીના આધારે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગોધરા તરફથી આવી રહેલી એક લક્ઝરી બસને રોકાવી તપાસ કરતાં સીટ નંબર ૧૯ અને ૨૦ પર બેઠેલા શખ્સો પાસે ‘સ્વાદીષ્ટ રિફાઇન્ડ ઓઇલ’ લખેલું લીલા કલરનું પૂઠાનું બોક્સ હતું. આ બોક્સ ખોલીને ચેક કરતાં તેમાંથી પિસ્ટલ અને મેગઝીન મળી આવ્યા હતા.
ઝડપાયેલા શખ્સોના નામ ચંદ્રપ્રકાશ રામસ્વરૂપ વર્મા રહે. અમદાવાદ અને રાહુલ જગદીશ મેડા રહે. ધાર, મધ્યપ્રદેશ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંનેની પ્રાથમિક પૂછપરછ કરી હતી, પરંતુ તેઓએ હથિયારો અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
પોલીસે ૪ પિસ્ટલ, ૨ ખાલી મેગઝીન, મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ. ૧.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓની અટકાયત કરીને આ હથિયારો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે

https://shorturl.fm/lrKqB
https://shorturl.fm/jSeuK