જુદી જુદી ટીમો બનાવીને જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ બનેલા લુંટ ધાડના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે

દાહોદ, તા.30
એક માસ અગાઉ ધાનપુર તાલુકાના પીપોદરા ગામે રોડ પર ફાઈનાન્સ કંપનીના કર્મચારીને રોકી માર મારી મોટર સાયકલ, રોકડ સહિત ૧.૦૯ લાખની મત્તા લુટી ફરાર થઈ ગયેલા ત્રણ લુંટારૂઓ પૈકીના ખજુરીયા ગેંગના ધાનપુર તાલુકાના ખજુરીયા ગામના વેચાત હરસીંગ મિનામાને દાહોદ પોલીસે જેસાવાડાના બજારમાંથી ઝડપી પાડી તેની પાસેથી લુંટમાં ગયેલ મુદ્દામાલ પૈકી રૂપિયા ર૦,૦૦૦ની રોકડ કબ્જે લઈ સદર લુંટનો ગુનો ડીટેક્ટ કર્યાનું જાણવા મળેલ છે.
ગત તા.ર૬.૯.ર૦૧૮ના રોજ ધાનપુર તાલુકાના પીપોદરા ગામે રોડ પર બપોરના સમયે ત્રણ અજાણ્યા ઈસમો ધારીયુ તેમજ ડંડા જેવા મારક હથિયારો લઈ મોટર સાયકલ પર આવી રહેલા ફાઈનાન્સ કંપનીના કર્મચારીને રોકી માર મારી મોટર સાયકલની ચાવી કાઢી લીધી હતી. અને ખિસ્સામાંથી મોબાઈલ ફોન તથા લોનની રીકવરીના રૂપિયા ૧,૦૯,૦૯૦ તથા ટેબલેટ, જીજે ૧૭ બી સી ૧૯પ૧ નંબરની ડીસ્કવર મોટર સાયકલ તથા બેંકની લોનના દસ્તાવેજા મળી રૂપિયા ૧,ર૯,૦૯૦ ની મત્તાની લુંટ કરી નાસી જતા લુંટનો ભોગ બનેલ ફાઈનાન્સ કંપનીના કર્મચારી લાલસીંગભાઈ પર્વતસીંહ ખાંટે ધાનપુર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપીકો કલમ ૩૯ર, ૧૧૪ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.
સદર ગુનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા હિતેષ જાયશરે આ ગુનો વહેલમાં વહેલી તકે ડીટેક્ટ કરવા સારૂ એસઓજી પી આઈ એમ સી વાળા, પીએસઆઈ પી પી ડાભી તથા એલસીબી પીએસઆઈ પી બી જાદવને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. જેનો અમલ કરી આજરોજ જુદી જુદી ટીમો બનાવીને જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ બનેલા લુંટ ધાડના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આરોપીઓના આશ્રય સ્થાનો પર વ્યુહાત્મક રીતે આયોજન બધ્ધ કોમ્બીંગ હાથ ધર્યું હતુ. તે દરમ્યાન આ ટીમો મળેલ આધારભુત બાતમીના આધારે બાતમીમાં દર્શાવેલ સ્થળ જેસાવાડા બજાર ખાતે દોડી ગઈ હતી અને જેસાવાડાના બજારમાથી સદર લુટના આરોપી ધાનપુર તાલુકાના ખજુરીયા ગામના વેચાતભાઈ હરસીંગભાઈ મિનામાને ઝડપી પાડ્યો હતો. અને અત્રેની કચેરીએ લાવી સઘન પુછપરછ હાથ ધરતા પ્રાથમિક તબક્કે તે મગનું નામ મરી પાડવા તૈયાર નહતો જેથી પોલીસે પોતાની આગવી શૈલીમાં પુછપરછ કરતા તેને પોતાના બે સાથીદારો સાથે મળી ફાઈનાનન્સ કર્મચારીને માર મારી રૂપિયા ૧,ર૯,૦૯૦ની મત્તા લુંટી હોવાની કબુલાત કરી હતી. પોલીસ આ ઝડપાયેલા આરોપી વેચાતભાઈ હરસીંગભાઈ મિનામા પાસેથી લુંટમાં ભાગમાં આવેલ રોકડા રૂપિયા ર૦,૦૦૦ રીકવર કરવામાં આવ્યા છે આમ પોલીસે ધાનપુર તાલુકાના પીપોદરા ગામે રોડ પર બનેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલી ગુનો ડીટેક્ટ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: