નડિયાદમાં ‘રન ફોર યુનિટી- એકતા યાત્રા’ના આયોજન અર્થે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ
નરેશ ગનવાણી નડિયાદ

આગામી ૩૧ ઓક્ટોબરના રોજ નડિયાદ શહેરમાં યોજાનારી ‘રન ફોર યુનિટી- એકતા યાત્રા’ના સુચારું આયોજન અને વ્યવસ્થાપન માટે કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકનું સંચાલન મહાનગરપાલિકા કમિશનર જી.એચ.સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરની સહઅધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. બેઠકમાં યાત્રાને સફળ બનાવવા માટે સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિગતવાર રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી.
ખાસ કરીને, રન ફોર યુનિટી યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, ટ્રાફિક સંચાલન, પીવાના પાણીની વ્યવસ્થા, મંડપ, ડાયસ પ્લાન, મેડિકલ ટીમની તૈનાતી અને મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરવા સહિતની તમામ વ્યવસ્થાઓ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કમિશનર જી.એચ.સોલંકીએ નગરજનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, તેમજ ખાનગી અને સરકારી વિભાગોના અધિકારી-કર્મચારીઓને આ રાષ્ટ્રીય ભાવનાસભર એકતા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે હૃદયપૂર્વક અપીલ કરી હતી. રન ફોર યુનિટી-એકતા યાત્રા’ સવારે ૭:૩૦ કલાકે એસઆરપી ગ્રાઉન્ડથી શરૂ થઈને સરદાર પટેલના જન્મસ્થળ સુધી યોજવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, એસઆરપી ગ્રુપ સેનાપતિ પી.પી વ્યાસ, નિવાસી અધિક કલેક્ટર જે.બી.દેસાઈ, હોમગાર્ડ કમાન્ડર પી.એસ.સાગર, ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈ, ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ, નાયબ પોલીસ અધિક્ષક દિવ્યાબેન, પ્રાંત અધિકારીઓ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને આયોજનને આખરી ઓપ આપ્યો હતો.


https://shorturl.fm/fY4I4
https://shorturl.fm/KhWGw